Pages

Showing posts with label happening at kachhua. Show all posts
Showing posts with label happening at kachhua. Show all posts

Saturday, 14 November 2015

Feeling nice !!, Your story published story of kachhua

kachhua.comના સહારે કરો તમારી નૈયા પાર, 4 ગુજરાતી મિત્રોની e-લર્નિંગની અનોખી પહેલ 

http://gujarati.yourstory.com/read/3b40f57956/kachhua-com-your-awaiting-ahead-of-the-crossing-4-gujarati-friends-unique-e-learning-initiatives

 

આજનો યુગ એટલે સ્પર્ધાનો યુગ. જમાના સાથે ઝડપી કદમ મિલાવવાની સાથે સાથે જો માનવતાને પણ સાથે લઈને ચાલવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય. અને તેનું જ એક સર્વોત્તમ ઉદાહરણ છે kachhua.com.
kachhua.com એ તમામ પરીક્ષાઓ જેવી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શાળા-કોલેજની પરીક્ષાઓ અને અન્ય શૈક્ષણિક પરીક્ષાઓની ઓનલાઇન તૈયારી કરાવે છે. લાખો વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઇ ચૂક્યા છે અને વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ પણ થયા છે. આ ઉપરાંત ‘કછુઆ’ IT કોર્સ, ડીઝાઇન કોર્સ, બિઝનેસ કોર્સ, સ્કીલ અને જીવનશૈલીને લગતા કોર્સ તેમજ બાળવાર્તાઓ જેવા બિનશૈક્ષણિક ઓનલાઈન કોર્સ પણ પૂરા પાડે છે તેમજ તે અન્ય લોકોને પણ પોતાનું જ્ઞાન વિસ્તારવાનો મોકો આપે છે.

શૂન્યમાંથી સર્જન

kachhua.com એ નાના ગામમાંથી આવતા 4 મિત્રોની સંયુક્ત વિચારસરણીનો સંગમ છે. વિજય ઠક્કર, મયુર પટેલ, ધવલ સોનપાલ અને મેહુલ પટેલ.
અતિ ઉત્સાહ તેમજ જીતનો મંત્ર સાથે લઈને ચાલવાના અને અશક્યને શક્ય બનાવવાના જુનૂને તેમને આ મુકામ સુધી પહોંચાડ્યા કે નોન-IT ફિલ્ડમાંથી હોવા છતાં વિદ્યાર્થીઓને કંઇક લાભ થઇ શકે તેવી વેબસાઈટનું નિર્માણ કરી શક્યા. તેમણે શરૂઆતમાં નાના સ્તર પર વર્ગો શરૂ કર્યા. પણ પછી તેમણે જોયું કે શહેરમાં શૈક્ષણિક વર્ગો ચાલે છે પણ તે કંઇક અંશે ખર્ચાળ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જઈ શકતા નથી. આ કારણે આવા પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓ હોવા આ લાભથી વંચિત રહી જાય છે.
તો તેમણે વિચાર્યું કે કેમ એવું કંઇક ના કરીએ કે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ અભ્યાસ કરી શકે!!
શિક્ષણ કે જેના પર દરેક વ્યક્તિ, ભલે તે પછી ગરીબ હોય કે અમીર, હક છે અને તે દરેકને મળવું જોઈએ. અને આમ પણ આજનો જમાનો એટલે ઈન્ટરનેટનો જમાનો. તેવામાં આ વિચારધારણા સાથે kachhua.com નો 16 નવેમ્બર, 2013ના રોજ પાયો નખાયો.
ત્યારબાદ તેના માટે જરૂર હતી એક સશક્ત અને ટેક્નિકલ ટીમની. 6 લોકોની ટીમથી kachhua.comની શરૂઆત થઇ. ધીમે ધીમે સ્ટાફની ભરતી શરૂ થઇ, જે આંક આજની તારીખ માં 40 સુધી પહોંચી ગયો છે.
કહેવાય છે કે જો આપણા કામની સાથે બીજા કોઈનું ભલું કરવાનો હેતુ રહેલો હોય તો એ જલદીથી સફળતામાં પરિણમે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે kachhua.com
હાલ kachhua.com વેબસાઈટ સાથે 1000 જેટલા નાના-મોટા સંલગ્ન પાર્ટનર જોડાઈ ચૂક્યા છે.
હાલ તેમની વેબસાઈટના 10,000 થી 15,000 જેટલા રોજના વિઝીટર્સ છે.અને 2000 થી વધારે પેઈડ અને ફ્રી કોર્સ kachhua.com પર છે, જેનો અત્યાર સુધી 2,00,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ લાભ લઇ ચૂક્યા છે.

ઓનલાઇન ટીચિંગ દ્વારા લોકોમાં જ્ઞાન વહેંચવું સરળ બન્યું

કોઈ પણ વ્યક્તિ પછી એ કોઈ શિક્ષક હોય કે કોઈ ગૃહિણી, પોતાનું જ્ઞાન અન્ય લોકો સુધી ફેલાવી શકે તે માટે kachhua.com તેમને ઓથર(લેખક કે ટ્રેઈનર) બનવાની તક પણ પૂરી પાડે છે. આ યોજનામાં તે વ્યક્તિ પોતાના બનાવેલા વિડીયો કે કોઈ મટેરીયલ kachhua.com પર મૂકી શકે છે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી પણ પોતે બનાવેલી નોટ્સ kachhua.com પર મૂકી શકે છે.
આ એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે. ટ્રેઈનર બનવા ઈચ્છતા વ્યક્તિ ‘કછુઆ’માં એકાઉન્ટ બનાવે છે. ત્યારબાદ પોતાના ટ્રેઈનિંગ આપતા કે ભણાવતા વિડીયો અને pdf મટીરીયલ યોગ્ય રીતે વેબસાઈટ પર અપલોડ કરે છે અને આ રીતે તેમના ઓનલાઇન કોર્સ તૈયાર થઇ જાય છે. હવે વિદ્યાર્થીઓ આ કોર્સ ઓનલાઇન ખરીદી શકે છે.

‘કછુઆ’ પર શૈક્ષણિક વસ્તુઓનું વેચાણ

અન્ય એક યોજના મુજબ કોઈ વ્યક્તિ kachhua.com પર શૈક્ષણિક પુસ્તક, CD, DVD, E-book, મેગેઝીન, પેન-ડ્રાઈવ, મેમરી કાર્ડ, ટેબ્લેટ, શૈક્ષણિક ગેમ્સ, શૈક્ષણિક ટોયઝ, શૈક્ષણિક ઓનલાઇન કોર્સ પણ વેચી શકે છે. સેલર બનવા ઈચ્છતા વ્યક્તિ કછુઆ પર એકાઉન્ટ બનાવે છે અને વેચવા માગતા વસ્તુઓની બધી જાણકારી અપલોડ કરે છે. કછુઆ પર આવતા વિઝીટર્સ તેમની વસ્તુ ખરીદી શકે છે.
આ ઓનલાઇન સેવાને કારણે કોઈ પણ વિદ્યાર્થી ગમે તે સમયે અને ગમે તે સ્થળે પોતાના મોબાઈલ કે PCથી જ અભ્યાસ કરી શકે છે અને એ પણ સસ્તા દરે અને ઘરે બેઠા જ. તો આમ ‘કછુઆ’ ઓનલાઇન શિક્ષણ પૂરું પાડીને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહ્યું છે.

‘કછુઆ’નું ભાવિ આયોજન

કછુઆ ના કો-ફાઉન્ડર અને COO વિજય ઠક્કર જણાવે છે, “કછુઆનું ભવિષ્યનું આયોજન ભારતની કોલેજના શિક્ષકોને ઓનલાઇન કોર્સ બનાવવાની ઓનલાઈન અને વ્યક્તિગત ટ્રેઈનિંગ આપવાનું છે કે જેથી તેઓ પોતાના જ્ઞાનને વૈશ્વિક ધોરણે શેર કરી શકે. તેમજ યુવાનોને પણ ઓનલાઈન શિક્ષણ આપતા શીખવવું કે જેથી તેમના માટે રોજગારીની તકો ઉભી થાય. આ વસ્તુ યુવતીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે એમ છે, કારણ કે ઓનલાઈન ટીચિંગ કોઈ પણ સમયે અનૂકુળતા પ્રમાણે કરી શકાય છે.”
તેઓ વધુમાં જણાવે છે કે "મારા સપનાઓ બહુ જ ઊંચા છે. મારી યોજના દુનિયાના દરેક વિદ્યાર્થી સુધી માહિતી પહોંચી શકે અને દરેક વિદ્યાર્થી આ ઓનલાઇન કોર્સનો લાભ લઇ શકે તેવી છે."
વૈશ્વિક સંસ્થા Docebo મુજબ 2016 સુધીમાં ઈ-લર્નિંગનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં $51.172 Billion નો અને ભારતમાં $ 5.1 Billion નો થવાની સંભાવના છે, કે જેમાં કછુઆ પોતાના ખાતે મોટો હિસ્સો જમા કરાવી વિશ્વમાં નોંધપાત્ર બનવાની અને 2018 સુધિમા 2000 કરોડનું ટર્નઓવર કરી લેવાની સંભાવનાઓ ધરાવે છે.
આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં ‘કછુઆ ઓનલાઈન’ એજ્યુકેશન અને લર્નિંગ સેક્ટરમાં મજબૂત પાયો નાંખી રોકાણકારોને આકર્ષી રહ્યું છે.
ભારતમાં રોજગારીની તકો વધે તે માટે કછુઆ પ્રયત્નશીલ છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં અંદાજિત 1000 પ્રત્યક્ષ અને 5000 પરોક્ષ રોજગારીનું સર્જન કરશે.
mykachhua

 

Sunday, 8 November 2015

Happy Diwali and Excited new year !!!




Dear Kachhua family ....
My colleagues, trainer, seller and students,

Festival of  light is here to fill light in life, Diwali is to well-come light of goodness in our life, it is all about thinking positive about life, working to create all possible goodness around us.

Let's work to bring more facility, quality and knowledge to our students.
Let's work in harmony to bring out best of our expectation,The Quality Education.

We all have Excited new year !!!
Excitement about making our dream true..
Excitement about bringing positive change in the world.
Excitement for to work, what we really like to work.
Excitement for working for education.


With Love and smile

Vijaykumar

  

Monday, 7 September 2015

Maha Quiz for HTAT exam (mock test for HTAT ,Date :13 September 2015)

Maha Quiz for HTAT exam(mock test for HTAT ,Date :13 September 2015)

http://kachhua.com/marketyard/marketItems/view/id/160

કછુઆ પ્રસ્તુત કરે છે આપના માટે HTAT ની પરિક્ષા માટે free ટેસ્ટ જે રવિવારે સવારના 7 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે.ટેસ્ટ 1વ્યક્તિ 1 જ વાર આપી શકશે અને પરિણામ બીજા દિવસે સોમવારે જણાવવામાં આવશે. ખાસ નોંધ:આ ટેસ્ટ માં Highest માર્કસ લાવનાર ને Kachhua આપશે 1૦૦૦rs ના Exam courses બિલકુલ ફ્રી. 

Introduction

  • Mahaquiz for HTAT exam(mock test for HTAT)  on 13 September  2015.
    કછુઆ પ્રસ્તુત કરે છે ખાસ આપના માટે  HTAT ની પરિક્ષા માટે free  mock ટેસ્ટ.
    જે રવિવારે સવારના 7 વાગ્યા થી રાતના 12 સુધી ઉપલબ્ધ હશે .આ  ટેસ્ટ 1વ્યક્તિ 1 જ વાર આપી શકશે અને પરિણામ બીજા દિવસે સોમવારે જણાવવામાં આવશે. 

About Course

  • આપની mock test રવિવારે હશે.સવારના 7 વાગયાથી રાતના ૧૨ વાગ્યા સુધી  આપ login કરી શક્શો.
    સમયગાળો:૨ કલાક ૩૦ મિનીટ રહેશે.
    તમે તમારા મિત્રો ને પણ આ ટેસ્ટ વિષે જણાવી શકો છો.અમે ખુબજ સારા પસંદ કરેલા પ્રશ્નો માંથી  ખાસ આ test બનાવ્યો છે.
    મિત્રો આ ટેસ્ટ દ્વારા આપ ને ખ્યાલ આવશે કે  આપ ની પૂર્વ તૈયારી કેવી છે? સંપુર્ણ છે ક નહિ?
    મિત્રો જયારે આપ આ ટેસ્ટ આપવા બેસો ત્યારે પૂરો ૨ કલાક ૩૦ મિનીટ સમય લઈને જ બેસો.
    આ ટેસ્ટ  તમે તમારા group માં અને friends સાથે facebook કે    whatsapp ના માધ્યમ થી share કરી શકો છો.
    આ ટેસ્ટ માં પ્રથમ આવનાર ને kachhua તરફ થી રૂપિયા ૧૦૦૦ ના ખાસ  courses બિલકુલ free આપવામાં આવશે.
    http://kachhua.com/marketyard/marketItems/view/id/160

Thursday, 23 July 2015

50% coupon code for our new course of Standard 6 to 10 of GSEB.

Dear friends,

shortly launching courses for standard 6 to 8 and 9 to 10, pre-launching survey is going on and we send coupon code to each student who have gone through this 20 second serve.

Click here to submit your response !!!

Don't miss to share this page with your friends so they can benefited of 50% on this course.





Link for serve.
https://docs.google.com/forms/d/1DD__OC5fz2iyZs1_Y2YYMNJuYclFjTflAryzRy5g1Uc/viewform?

Wednesday, 22 July 2015

Redesigning kachhua WebUI

Dressing reflects your personality, if its poorly chosen than it might down your first image. So is with the WebUI.

Html, CSS and JQuery If used these three, very properly and of course with great skill, than it will not only creates nice image but also inspires our students to use it more and more.

Thats what kachhua developer team is upto these days. A Complete ReDesign of kachhua is on and its ending is very near.

Soon students and instructors of kachhua can start enjoying it to learn smoothly and teach effectively.

Setting Studio at Kachhua

Now we are going to create video tutorial for all skills and educational course. While managing everything for studio I again came to my engineering study, its first time my study is going to be used in running kachhua business.

Camara and voice are set, light is perfect and instructor and trainers are ready, dear friend in one or two days official video will be published ....wait to like and share it.